fbpx

Jyot Foundation NGO is a Indian cross disability, Divyang people organization established in 2017 as a NGO Trust for the empowerment and mainstreaming of persons with disabilities. Based in Ahmedabad, India. Jyot Foundation is involved in revolutionary work for complete development of Divyang Persons, To provide self development & job perspective opportunities, To provide financial assistance to Divyang and poor families, To provide sports training as well as equipment to Specially Abled People (Divyang) and To motivate Divyang (Specially Abled) People.

Jyot Foundation NGO established by Founder and President Jyoti Shah works for the empowerment of Divyangs and physically challenged people. Jyoti shah has large experience of working with NGO. She is herself Divyang also working as

  • President – Gujarat Wheelchair Cricket Team
  • Past President – Lion Club Ahmedabad Perfection
  • Charter President – Alliance Club Ahmedabad Empathy
  • Vice President – Indian Wheelchair Cricket Team
  • National Secretary ( all Indian People ) Crime Information Beauro
  • Karyakarta – Saksham
  • Officer – Dena Bank

ભવિષ્યની યોજનાઓ

દિવ્યાંગો સમાજની મુખ્ય ધારામા ભળી શકે તે હેતુથી ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તથા રોજગારી મેળવવા માટે જરૂરી બધા જ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી, તેઓને પ્રોત્સાહિત કરી, તેઓના ધ્યેયને હાંસલ કરાવવું.વ્યક્તિત્વ વિકાસ, કોમ્પ્યુટર તથા અંગ્રેજી ભાષાની તાલીમ તથા આર્ટ એન્ડ ક્રાફ્ટની તાલીમ આપવી. મહિલાઓને સેલ્ફ બ્યુટીફીકેશન તથા બ્યુટીપાર્લરની તાલીમ આપવી.દિવ્યાંગો માટે અલાયદા હેલ્થ ક્લબ, યોગા તથા ફીટનેસ સેન્ટર તથા ફીઝીયોથેરાપી સેન્ટરો ઊભા કરવા.નિરાધાર તથા વયોવૃદ્ધ દિવ્યાંગો માટે હોસ્ટેલ બનાવવી.રમતગમત ક્ષેત્રે દિવ્યાંગો નિપૂણ બને તે માટે ક્રિકેટ, ટેબલ-ટેનિસ, સ્વીમિંગ તથા અન્ય આઉટડોર તથા ઇનડોર ગેમ્સની તાલીમ અને સ્પર્ધાનું આયોજન કરવું.પ્રજ્ઞાચક્ષુ સંગીતક્ષેત્રે, ડી.જે. તથા આર.જે. બની શકે તે કક્ષાની તાલીમ આપવી. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા.

જ્યોત ફાઉન્ડેશન એ સ્થાપક સુશ્રી જ્યોતિબેન શાહ કે જેઓ સેલેબ્રલ પલ્સીની 85 ટકા દિવ્યાંગતા ધરાવતા wheelchair user છે. તેઓની 55 વર્ષની જીંદગીના સ્વાનુભવનો નીચોડ છે. દિવ્યાંગ હોવા છતાં સમાજ દ્વારા મળેલા અસંખ્ય પડકારોનો સામનો કરી તેઓએ શિક્ષણ, રોજગાર અને નેતૃત્વમાં અનન્ય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી એક આગવું સ્થાન પ્રાપ્ત બનાવ્યું છે. તેઓ દિવ્યાંગોની મુસીબતો અને દર્દથી સુપેરે પરિચીત છે. તેથી જ દિવ્યાંગોના જીવનધોરણને સુખમય બનાવવા શક્ય તે બધા જ પ્રયત્નો કરવા તે પ્રતિબદ્ધ છે.

ભગીરથ કાર્યારંભ –

જ્યોત ફાઉન્ડેશન એ બધા જ પ્રકારના દિવ્યાંગોની અપેક્ષાઓનો અવાજ બનવા તથા તેમની જીવનલક્ષી સમસ્યાઓનો ઉકેલ શોધવા, સમાજ, સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ વગેરેને સાથે રાખી એક આગવી ઓળખ ઊભી કરવા માટે પ્રતિબદ્ધ સેવાભાવી નોન પ્રોફીટેબલ એન.જી.ઓ. છે. ટૂંકમાં, જ્યોત ફાઉન્ડેશન એટલે દિવ્યાંગજનોના સમ્માન, સંવેદના, સ્વાસ્થ્ય અને સર્વગ્રાહી વિકાસની સામાજિક યાત્રા.

કાર્યપ્રણાલી –

આ સંસ્થા દિવ્યાંગોના ઉત્કર્ષ માટે જુદી જુદી અનોખી પ્રવૃત્તિઓ કરે છે.ફાઉન્ડેશનના શુભારંભ દિને ભારતભરમાં સૌ પ્રથમ વાર 200 થી વધુ દિવ્યાંગ મહિલાઓએ સાથે મળી ‘ વિશ્વ મહિલા દિવસ’ની ઉજવણી કરી તથા 350 દિવ્યાંગો હાજર રહ્યા. દર મહિને શહેરના જુદા જુદા જાહેર સ્થળોએ જેવા કે બગીચા, સ્કુલો વગેરે જગ્યાએ દિવ્યાંગોના ગેટ-ટુ-ગેધર, લકીડ્રો, ઇનામ વિતરણ, વન મિનીટ ગેમ્સ જેવા કાર્યક્રમો યોજી અલગ અલગ વિષયોના નિષ્ણાતો જેવા કે સમાજ સુરક્ષા, વાહન વ્યવહાર, રોજગાર વગેરેને આમંત્રી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.બિલકુલ કામ ન કરી શકતા દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુને 50 ટકા રાહતથી અનાજવિતરણ તથા જરૂરિયાતમંદોને વ્હીલચેર, ટ્રાઈસિકલ, કાંખઘોડી જેવા સાધનોનું વિતરણ.શહેરના જુદા જુદા જાહેર સ્થળોએ દિવ્યાંગોને આવવા-જવાની સુગમતા (Accessibility ) માટે તથા પ્રવેશ યોગ્યતા માટે જે તે ઓથોરીટીને યોગ્ય રજુઆત કરી ઉપલબ્ધતા ઊભી કરવાનું કાર્ય.વ્હીલચેર પર ક્રિકેટ રમતા દિવ્યાંગ મિત્રો માટે “ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમની રચના કરી.પોતાની સામાજિક ફરજના ભાગરૂપે ઉનાળાની ધોમધખતી ગરમીમાં વટેમાર્ગુઓ માટે જુદા જુદા સ્થળે પાણીની પરબો ઊભી કરી તથા બનાસકાંઠા વિસ્તારમાં અતિવૃષ્ટિના અસરગ્રસ્તોને જીવનજરૂરી ચીજ તથા કપડાનું વિતરણ કર્યું. જુદા જુદા કલાકારોને આમંત્રી દિવ્યાંગોના જીવનમાં થોડી ખુશી પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો.

Search related To Jyot Foundation – Divyang NGO Trust

  • Jyot Foundation
  • Jyot Foundation Ahmedabad
  • People With Disabilities Foundation
  • Ahmedabad based Divyang NGO Foundation
  • NGO Jyot Foundation
  • Foundation works for divyangs
  • Indian Wheelchair Cricket Team
  • Empowerment of Divyangs
  • Disability foundations India
  • National Organization on Disability
  • National NGOS for disabled People
  • Disabled people foundation
  • Divyang foundations nonprofit organizations India
  • Physical Challenge People Foundation
  • Best NGO in Ahmedabad
  • Support Handicap People
  • The Society for Physically Handicapped
  • NGO Organization in India
  • Which is the best NGO to work for in India ?
Scroll to Top